પરિચય
માહિતી ભંગ કરવા અને ગુપ્ત માહિતીની ચોરી કરવા માટે ભૌતિક અથવા સાયબર ક્રાઇમને અંજામ આપવાના હેતુથી કોઈ સંસ્થા અથવા બિલ્ડિંગમાં અનધિકૃત વ્યક્તિ પ્રવેશ મેળવે છે તેને ટેલગેટિંગ તરીકે ઓળખવામાં આવે છે.
આ પ્રકારની છેતરપિંડીમાં છેતરપિંડી કરનાર પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ મેળવવા માંગે છે જ્યાં સોફ્ટવેર આધારિત ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દ્વારા ઍક્સેસ નિયંત્રિત થાય છે. માત્ર અધિકૃત લોકો પાસે જ પ્રવેશ મેળવવાનો અધિકાર હોવાથી, સાયબર અપરાધીઓ પ્રવેશ માટે અધિકૃત વ્યક્તિઓમાંથી એકની પાછળ પડીને તેને ફસાવે અને મૂર્ખ બનાવે છે.