accessibilty toolbox
color contrast
text size
highlighting more content
zoom in

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સંચારની અરસપરસ ચેનલો પ્રદાન કરે છે અને તેના યુઝર્સને રસપ્રદ અને મનોરંજક રીતે કનેક્ટ થવા અને વાતચીત કરવા, માહિતી શેર કરવા, મીડિયા શેર કરવા, રુચિઓ વિકસાવવા, નવી વસ્તુઓ શીખવા, વેબ સામગ્રી બનાવવા વગેરે મંજૂરી આપે છે. વિશ્વભરમાં અબજો લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને આ સંખ્યા વધી જ રહી છે.

આ પ્લેટફોર્મ્સ જે આરામ, સગવડતા અને મનોરંજનના માધ્યમો પ્રદાન કરે છે, તે તેના યુઝર્સને તેમની સાથે જોડી રાખે છે અને ઘણી વખત એવું જોવામાં આવે છે કે તેઓ તેના વ્યસની પણ બની જાય છે.